જૂનાગઢમાં જુગાર દરોડો : ૩ ઝડપાયા

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના તથા આવી પ્રવૃતીમાં અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય, જે અનુસંધાને “એ”ડીવી.પો.સ્ટે ના પ્રો.પો.ઇન્સ વી.જે. સાવજની સુચના મુજબ “એ” ડીવી.પો.સ્ટે.ના ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ.ઇન્સ ઓ.આઈ. સીદી તથા પો. સ્ટાફના માણસો જૂનાગઢ “એ”ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ કે.કે.રાઠોડ તથા પો.કોન્સ. કલ્પેશભાઇ ગેલાભાઇનાઓને સંયુક્તમાં તેમના અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે, જૂનાગઢ ચીતાખાનાચોક, મચ્છીપીઠ, દરગાહ પાસે, લાઇટના અંજવાળે અમુક ઈસમો ગંજીપત્તાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કિશોર લક્ષમણભાઈ(જૂનાગઢ), તસ્લીમભાઈ હનીફભાઈ(ચોબારી), દિપકભાઈ સુંદરભાઈ(જૂનાગઢ) જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા હોય જેઓને રોકડા રૂા.૩૪૧૨૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫ર સાથે મળી આવતા પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ કબ્જે કરી “એ”ડીવી પો.સ્ટે. જૂનાગઢમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે. આ કામગીરી “એ”ડીવી.પો.સ્ટે.ના પ્રો.પો.ઇન્સ. વી.જે. સાવજની સુચના મુજબ ગુન્હા નિવારણ યુનીટના પો.સબ ઇન્સ. ઓ.આઈ.સીદી તથા પો.હેડ.કોન્સ એસ.આર.ગરચર તથા કે.કે.રાઠોડ તથા ભરતભાઇ વીરાભાઇ તથા પો.કોન્સ.કલ્પેશભાઇ ગેલાભાઇ તથા ભરતભાઈ ભીખુભાઈ તથા રામભાઇ રૂડાભાઇ તથા અજયસિંહ મહિપતસિંહ તથા ભુપતસિંહ ડોલરસિંહ એ રીતેના પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

error: Content is protected !!