જૂનાગઢ એસટી નિગમના કર્મચારી વિરૂધ્ધ કન્સેસન પાસમાં ગેરરીતી કરી ઉચાપતની ફરિયાદ

0

જૂનાગઢ એસટી નિગમના એક કર્મચારી વિરૂધ્ધ મુસાફર કન્સેસન પાસમાં ગેરરીતી કર્યા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિમલભાઈ મગનભાઈ મકવાણા(ઉ.વ.૪પ) ધંધો નોકરી રહે.સરદારપરા, શેરી નં-૧, જાેષીપરા વાળાએ એસટી વિભાગ જૂનાગઢના એક કર્મચારી વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગત તા.૧-૧-ર૦રરથી તા.૩૧-૮-ર૦ર૩ના સમયગાળા દરમ્યાન એસટી નિગમ દ્વારા સરકારી બસમાં મુસાફરી માટે ઈસ્યુ કરવામાં આવતા મુસાફર કન્સેસન પાસમાં ગેરરીતી કરી પોતાના અંગત ફાયદા સારૂ મુસાફરોને કાઢી આપવામાં આવતા પ્રવાસી પાસમાં ગેરરીતી કરી પોતાના અંગત ફાયદા સારૂ મુસાફરોને કાઢી આપવામાં આવતા પ્રવાસી પાસ કુલ-૮૧ મળી આવેલ કે જે પાસની મુસાફર પાસેથી જમા કરવાની થતી રકમ રૂા.૮૭,૪૬૭ની ડીસીસીમાં જમા નહી કરી આ રકમ પોતે રાખી લઈ અને પોતાના અંગત ઉપયોગમાં લઈ આ રકમની ઉચાપત કરી એસટી નિગમ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!