જૂનાગઢ શહેરમાં એ ડીવીઝન પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે એક પડતર જગ્યામાં દરોડો પાડી અને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૩૭ર બોટલો રૂા.૯૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ દરોડા દરમ્યાન હાજર નહી મળી આવેલ જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયા વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ આગામી દિવસોમાં થર્ટી ફસ્ટ આવતી હોય જે સબબ પ્રોહી/જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા પ્રોહી/જુગાર ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તથા પ્રો.પો.ઇન્સ. વી.જે. સાવજએ મૌખીક સુચના અને માર્ગદર્શન આધારે જૂનાગઢ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ ડીવી. પો.સ્ટે.ના ગુન્હા નિવારણ યુનીટના પો.સબ.ઇન્સ ઓ.આઈ. સીદી તથા પો.સ્ટાફના માણસો એ ડીવી. પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોંન્સ સુરેશભાઈ રામભાઈ તથા પો.કોન્સ અજયસીહ મહીપતસીહનાઓને સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ ફુલીયા હનુમાન રોડ ઉપર આશ્રમ નામથી ઓળખાતી પડતર જગ્યામાં ફુલીયા હનુમાન સામે રહેતો પ્રોહી લીસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે ઈલુ અશોકભાઈ ગાંગડીયાએ વિદેશી દારૂનો જથ્થો રાખેલ હોય અને આ દારૂનો જથ્થો ત્યાં પડેલ હોય જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મુદામાલ મળી આવતા કબ્જે કરી હાજર નહિ મળી આવનાર પ્રોહી લીસ્ટેડ જયેશ ઉર્ફે ઈલુ અશોકભાઈ ગાંગડીયા રહે- જૂનાગઢ ફુલીયા હનુમાન સામે વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરાવેલ છે. આ કામગીરી “એ”ડીવી.પો.સ્ટે.ના પ્રો.પો.ઇન્સ. વી.જે. સાવજની સુચના મુજબ ગુન્હા નિવારણ યુનીટના પો.સબ.ઇન્સ. ઓ.આઈ. સીદી તથા પો.હેડ.કોન્સ એસ.આર. ગરચર તથા કે.કે.રાઠોડ તથા ભરતભાઇ વીરાભાઇ તથા પો.કોન્સ.કલ્પેશભાઇ ગેલાભાઇ તથા ભરતભાઈ ભીખુભાઈ તથા રામભાઇ રૂડાભાઇ તથા અજયસિંહ મહિપતસિંહ તથા ભુપતસિંહ ડોલરસિંહ એ રીતેના પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.