કેશોદ તાલુકાના મેસવાણ ગામે એક વાડીમાં રહેતા અને મુળ સેમલી ગામ જીલ્લો બડવાણી, મધ્યપ્રદેશના સાંયાસિગ ભાકલીયા કનાર્સ(ઉ.વ.ર૩) કુવાના કાંઠે નાળીયેરીના ઝાડ પરથી નાળીયેર પાડતા હોય ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવાની અસર થતા મૃત્યું
કેશોદના સીલોદર ગામે રહેતા અને મધ્યપ્રદેશના પ્રેમા ગામના ભગતભાઈ પ્રેમાભાઈ માનઠાકર(ઉ.વ.૩૦) સીલોદર ગામે એક ખેતરમાં ધાણા વાવેલ હોય તેમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હોય તે દરમ્યાન તેના શરીરમાં ઝેરી દવા ચડી જતા તેમનું મૃત્યું થયું છે. આ બનાવની જાણ થતા કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાંટવા બસ સ્ટેશનમાં ઝેરી દવા પી જતા મૃત્યું
માણાવદર તાલુકાના બાંટવા ગામે રહેતા ઉમેશભાઈ હરીભાઈ સોલંકી(ઉ.વ.૪૦) કોઈપણ કારણસર પોતાની રીતે બાંટવા બસ સ્ટેશનમાં ઝેરી દવાના ટીકડા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે બાંટવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.