જૂનાગઢ મોતીપેલેસ ખાતે રૂષિકેશ મર્થક તથા રહેવાસીઓ દ્વારા કળશ યાત્રાનું સ્વાગત કરાયું

0

ગીરીવર ગીરનારની ગોદમાં જૂનાગઢ મહાનગરમાં મોતીબાગ પાસે આવેલ મોતીપેલેસ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ભવ્ય ફુલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને ભક્તો ઠેર ઠેર વધાવી રહ્યા છે. હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અયોધ્યા નગરીમાં તારીખ રર જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. જેમાં ભારતભરના સંતો મહંતો અને દેશ-વિદેશના કરોડો ભકતો આ મહોત્સવમાં જાેડાવાના છે. ગુજરાતભરમાં અક્ષત કળશયાત્રાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે જૂનાગઢ મોતીપેલેસ ખાતે કળશ યાત્રા પહોંચી હતી. જ્યાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચાનાં ઉપપ્રમુખ રૂષિકેશ મર્થક, મોતીપેલેસના પ્રમુખ હસમુખભાઇ સાવલિયા, દિપકભાઇ ધીનોજા, જયેશભાઈ રાજપરાં, નિલ શિસાગિયા તથા ભાઈઓ તથા મહિલાઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!