માંગરોળના રૂદલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનાં હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” માંગરોળ તાલુકાના રૂદલપુર ગામે આવી પહોંચતા ગામના સરપંચ, સભ્યો સહિત ગામ લોકો દ્વારા ઢોલના તાલે સામેયા કરી કળશધારી બાળા દ્વારા કંકુ તિલક કરવામાં આવેલ હતું. તાલુકાના તમામ સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજના અંતર્ગત માહિતી આપી સાથે જુદી જુદી યોજના કીટ તેમજ પ્રોત્સાહિત પ્રમાણ પત્રોનું આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. આ યાત્રા દિપાવવા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી, તા.ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, ન્યાય સમિતિ ચેરમેન જયંતિભાઈ ચૂડાસમા, તા.પં.સભ્ય ગોવાભાઈ ચાંડેરા વગેરે ભાજપ કાર્યકર્તાઓ પણ હાજર રહેલ હતા.

error: Content is protected !!