જૂનાગઢ શહેરમાં થર્ટી ફર્સ્ટને ધ્યાને લઇ પોલીસ દ્વારા કડક કાર્યવાહી

0

આગામી તા.૩૧ ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણીનો માહોલ સર્વત્ર જાેવા મળી રહ્યો છે ત્યારે આ દિવસો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે જૂનાગઢ પોલીસ તંત્રએ ઘોસ બોલાવી છે અને ઠેરઠેર કડક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ સંઘન ચેકિંગ ઝુંબેશ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ અસામાજીક તત્વો સામે કડક પગલા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખી સમગ્ર જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પોલીસે એકશનમાં આવી ટ્રાફિક-પ્રોહી ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં સઘન વાહન ચેકીંગ પોલીસની વિવિધ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ૩ દિવસમાં ટ્રાફિકનો ભંગ કરનાર કુલ ૬૭૪ તથા પ્રોહીબિશનના ૧૦૦ ઇસમ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી થર્ટી ફર્સ્ટ નવા વર્ષને લઈને એસપી હર્ષદ મહેતાની સૂચનાથી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયના માર્ગદર્શનમાં શહેરના એ, બી, સી, ભવનાથ અને તાલુકા પોલીસ સ્ટેશનની ૨-૨ ટીમ દ્વારા પીધેલાઓને પકડવા ઉપરાંત વાહનમાં બ્લેક ફિલ્મ, હથિયાર સાથે નીકળતા તત્વોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ પ્રમાણે કેશોદ ડિવિઝનનાં બી. સી. ઠકકર, ડી. વી. કોડિયાતરના માર્ગદર્શનમાં પણ કવાયત શરૂ કરવામાં આવી છે. ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો સહિતના કુલ ૬૭૪ ઇસમો સામે કાર્યવાહી કરી ૧.૩૮ લાખ તેમજ દારૂના ૧૦૦ શખ્સો સામે કાર્યવાહી કરી ૯૮,૦૬૪નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!