જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં ઘટાડો : ગિરનાર ઉપર ૯.૦પ ડિગ્રી

0

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ઠંડીનું પ્રમાણ વધઘટ થયા રહે છે. આજે ઠંડીમાં ઘટાડો થતા લોકોને રાહત પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલેે સવારે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયું હતું જેને લઈને પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ર૦.૬ ડિગ્રી રહ્યા બાદ સવારે તાપમાનનો પારો ૪ ડિગ્રી નીચે ઉતરીને ૧૬.૬ ડિગ્રી સ્થિર થયો હતો. આમ ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેતા સવારે પણ ધુમ્મસનું આક્રમણ થયું હતું. આમ છેલ્લા બે દિવસથી કાતીલ ઠંડીનો દોર યથાવત રહ્યો હતો. દરમ્યાન આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતા લોકોને રાહત પહોંચી છે. આજે જૂનાગઢનું મહતમ તાપમાન ૧૬.૦૬, લઘુતમ તાપમાન ૧૪.૦પ, ભેજ ૭૪ ટકા અને પવનની ગતી પ.૪ રહી છે. જયારે ગિરનાર ઉપર ૯.૦પ ઠંડી રહી છે.

error: Content is protected !!