પ્રાચી તીર્થની પ્રાથમિક શાળામાં સ્વરક્ષણ તાલીમ યોજાઈ

0

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા તાલુકાના પ્રાચી પ્રાથમિક શાળા ખાતે આજે સ્વરક્ષણ તાલીમ યોજાઇ હતી આ ઉપરાંત ઘંટીયા, ખેરા, સોળાજ, રામેશ્વર સીમ શાળા, કનકેશ્વરી સીમશાળા, ખાંભા પ્રાથમિક શાળા સહિતની શાળા માં સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી રહી છે જેમાં કરાટે, જુડો, બોક્સિંગ, વુશુ સહિત સ્વરક્ષણ તાલીમનું આયોજન થયેલું હતું આ તાલીમ ના નિષ્ણાંત ટ્રેનર ચાવડા ડાયાભાઈ મારફત ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે આ તાલીમ કોર્સમાં બી. આર. સી. રમેશભાઈ બારડ, કરાટે સિનિયર ભરતસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!