દ્વારકા તાલુકામાં આવેલી કુરંગા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે શુક્રવારે રાષ્ટ્રીય યુવા દિન તથા મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા તથા શિક્ષકો દ્વારા બાળકો નકામી વસ્તુઓમાંથી શ્રેષ્ઠ પતંગનું નિર્માણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જયંતી નિમિત્તે બાળકો સ્વામી વિવેકાનંદજીના વિચારોને અનુસરે તથા પતંગની જેમ પોતાના જીવનને ઉંચાઈ સુધી લઈ જાય, તે અંગેનું માર્ગદર્શન શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા દ્વારા આપવામાં આવ્યું હતું.