સોરઠના લોક લાડીલા યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ચોરવાડ આંગણવાડીના મુખ્ય સેવિકા બહેન અને તેમની સાથે આંગણવાડીઓ કાર્યકરબહેનો તથા ગામ આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ચોરવાડ ગામે નવી આંગણવાડીઓ બનાવવાની ખુબજ જરૂરીયાત હતી આ વાત ને ધ્યાને લઈ નવી આંગણવાડી બનાવવા બાબતની રજૂઆત ગુજરાત ભાજપ સરકારના કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને કરેવા આવી હતી કે ચોરવાડ શહેર પ્રમાણે આંગણવાડીઓની સંખ્યા ઓછી હોઈ જેથી ભાડાના મકાનમાં બાળકો બેસતા હોઈ અને બાળકો વધુ પ્રમાણમાં હોઈ,બાળકોને બેસાડવાની તકલીફ ધ્યાને લઈ ચોરવાડ શહેરના આંગણવાડી કેન્દ્ર નં. ૧, ૫, ૧૨, ૧૩,૧૪ ,માં નવી આંગણવાડીઓ બનાવવા માટે મંત્રી ભાનુબેન બાબરીયાએ તાત્કાલીક ચોરવાડ ગામે ઉપરોકત આંગણાડી કેન્દ્રમાં આધુનિક નવી આંગણવાડી બનાવવા સાંસદશ્રીની ૨ જુઆતને ગંભીરતા સમજી અને એક આંગણવાડી બનાવવા રૂપીયા ૧૨ / – લાખ ની કિંમતની ૫ આંગણવાડીના કુલ રૂા .૬૦,૦૦,૦૦૦ / – અંકે રૂપિયા સાઈઠ લાખ તાત્કાલીક મંજુર કરેલ છે આ બાબતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર માનેલ હતો અને આ બાબતે સ્થાનિક આગેવાનો , મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનોએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા નો તેમજ મંત્રીનો આભાર માની અભિનંદન પાઠવેલ હતાં. (તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)