જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે અયોધ્યા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી અને આ સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી અવસરે વહેલી સવારથી જ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો જયાં બિરાજમાન છે તેવા ભવ્ય શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરને અલૌકિક શણગાર અને રોશનીથી ઝગમગાવવામાં આવ્યું હતું. ચેરમેન સ્વામિ દેવનંદન સ્વામિજી, મુખ્ય કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, કોઠારી પુ. પી.પી. સ્વામિ સહિતના સંતો તેમજ પ્રફુલભાઈ કાપડીયા અને ટ્રસ્ટી મંડળ તેમજ હરીભકતો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!