માણાવદર તાલુકાના બાંટવા ગામે ઈન્દીરાનગર વિસ્તારમાં મારામારીનો એક બનાવ બન્યો છે જેમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બાંટવા પોલીસે આપેલી વિગત અનુસાર બાંટવા ઈન્દીરાનગર ખાતે રહેતા ફરિયાદી સંજયભાઈ ઉર્ફે શની ધીરૂભાઈ પરમાર(ઉ.વ.૩૧)એ કરણ પરષોતમભાઈ અઘેરા, નયન પરષોતભાઈ અઘેરા, મનીષાબેન પરષોતમભાઈ અઘેરા, પરષોતમભાઈ ચનાભાઈ અઘેરા રહે.તમામ ઈન્દીરાનગર, બાંટવા વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી બાંટવા બગીચા પાસે હાજર હતો આ દરમ્યાન આ કામના આરોપી નં-ર ફરિયાદીને પોતાની પત્ની સામે ખરાબ ઈસારા બાબતે વાત કરતા આ કામના ફરિયાદીએ આરોપી નં-રને તેની પત્ની સાથે રૂબરૂ કરાવવાની વાત કરી અને ફરિયાદી આરોપીઓના ઘરે જતા ફરિયાદી સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપી આરોપી નં-૧નાએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઈજા તથા હાથના ભાગે ફેકચર કરી આરોપી નં-ર થી ૪નાઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે આ બનાવના અનુસંધાને સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી નયન પરષોતમભાઈ અઘેરા(ઉ.વ.ર૪) રહે.બાંટવા, ઈન્દીરાનગરવાળાએ સંજયભાઈ ઉર્ફે શની ધીરૂભાઈ પરમાર, ધીરૂભાઈ લખમણભાઈ પરમાર રહે.બંને બાંટવા, ઈન્દીરાનગર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીની પત્નીને આરોપી નં-૧ ખરાબ ઈશારા કરતો હોય જેથી ફરિયાદી આરોપીને આ બાબતે ઠપકો આપવા જતા આરોપી નં-૧નાએ ફરિયાદીની પત્ની સાથે રૂબરૂ કરાવવાની વાત કરતા ફરિયાદીએ આરોપી નં-૧નાને ઘરે આવવાનું કહેતા આરોપી નં-૧ના ફરિયાદીના ઘરે આવી જેમ ફાવે તેમ બોલી હાથપગ ભાંથી નાખવાની ધમકી આપી જપાજપી કરી આરોપી નં-૧ પોતાના ઘરે જઈ આરોપી નં-રને બોલાવી ફરિયાદીના ઘરે જઈ આરોપી નં-૧નાએ ફરિયાદીને હાસળીના ભાગે લોખંડનો પાઈપ મારી ફેકચર કરી તેમજ આરોપી નં-રનાએ સાહેદ મનીષાને હાથના ભાગે લાકડુ મારી મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બાંટવા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.