ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી : પ્રભુ શ્રી રામ પધાર્યા આંગણે : જૂનાગઢમાં ભકિતભાવપુર્વક થયેલા વધામણા

0

પૂજન-અર્ચન, આરતી, મહાપૂજા, અન્નકૂટ દર્શન, રામધૂન, સમુહ પ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે જય જય શ્રી રામનો જયઘોષ ગુંજી ઉઠયો

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો હતો. અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ પાવનકારી અવસરે શહેરો અને ગામો રામમય બની ગયા હતા અને ઠેર-ઠેર અનેકવિધ કાર્યક્રમો ભકિતભાવ ભર્યા માહોલમાં સંપન્ન થયા હતા. જૂનાગઢ શહેરમાં ભગવાન શ્રી રામનો જય જયકાર સર્વત્ર ગુંજી ઉઠયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રામચંદ્રજી ભગવાનની પૂજન-અર્ચન, આરતી, મહાપૂજા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત વિવિધ વિસ્તારોને ધજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. શહેરમાં આવેલા ધાર્મિક મંદિરો , જગ્યાઓને અલગ રોશનીથી મંદિરોને ઝળહળતું કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તાર, ગલીએ ગલીએ તેમજ ચોકે ચોકે અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. ઉત્સાહભર્યા માહોલમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના અવસરે લોકો રામમય બની ગયા હતા અને ભકિતભાવ ભર્યો માહોલ સર્વત્ર સર્જાયો હતો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, પ્રભુ પધાર્યા આંગણે અને જય જય શ્રી રામનો જયઘોષ સર્વત્ર ગુંજી ઉઠયો હતો.

error: Content is protected !!