રાષ્ટ્રીય મતદાતા દિવસ : ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫મી જાન્યુઆરીએ દેશના મતદારોને સમર્પિત

0

(NVD)૨૦૨૪ “મતાનુંદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” પ્રતિજ્ઞાથી મતદાતાઓ મતદાન માટે સંકલ્પ લેશે

લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાઓમાં મતદારોની ભાગીદારી એ આરોગ્યપ્રદ લોકશાહી અને લોકશાહીનાં સફળ સંચાલન માટે આધારરૂપ છે. આથી, મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી એ ચૂંટણી વ્યવસ્થાપનનું એક અભિન્ન અંગ છે. ભારતીય ચૂંટણી પંચ(ECI)ને ચૂંટણીની દેખરેખ અને નિયંત્રણનો બંધારણીય આદેશ છે, જેના લીધે દરેક પાત્ર ભારતીયને મતદાર યાદીમાં સામેલ કરીને તેને સ્વેચ્છાએ મત અપાવવો એ પંચની બંધારણીય ફરજ બની જાય છે. ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ૨૦૧૧થી ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ(NVD) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિન છે. ૧૯૫૦માં આ દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ ખાસ કરીને નવા મતદારો માટે મહત્તમ નોંધણીને પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત, આ દિવસ ચૂંટણી પ્રક્રિયામાં નાગરીકોની માહિતીસભર સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે તેમનામાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ “મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” છે. આ દીવસે સરકારના વિવિધ વિભાગો/કચેરીઓ, સંસ્થાઓમાં કર્મચારીઓ “મતદાતા શપથ” લેશે. આ ઉપરાંત આ દિવસે વિશેષ પ્રચાર પ્રસાર અને મતદાતા જાગૃતિ દ્વારા લોકશાહીને ધબકતી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ પણ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમો રાજ્ય, જીલ્લા અને બુથ સ્તરે યોજાય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા દેશની લોકશાહીના મહોત્સવ માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે, લોકોને તેમના મતની તાકાત અને મતદાનની ફરજ વિષે જાગૃત કરવામાં આવે છે. વિવિધ માધ્યમોમાં જાહેરાતો, સોશિયલ મીડિયા કેમ્પેન, વેબિનાર તેમજ સેમીનાર, સ્થળ ઉપર જઈને જાગૃતિ અભિયાન, પોસ્ટરો, બેનરો, લોગો દ્વારા પ્રચાર કરવામાં આવે છે. ઉપરાંત, વિવિધ લોકપ્રિય મહાનુભાવો દ્વારા “મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” બોલી મતદાન માટે લોકોને પ્રેરણા આપતા ઓડિયો- વિડીયો સોશ્યલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સ્તરે સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા સર્જનાત્મક અને આકર્ષક પોસ્ટરો તેમજ મેસેજાે #NVD૨૦૨૪ સાથે સમયે સમયે મુકીને જાગૃતિ ફેલાવવામાં આવે છે. ઉપરાંત, દરેક રાજ્યો અલગ અલગ વર્ગ અને સમૂહના લોકો જેવા કે દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર, સીનીયર સીટીઝન તેમજ અન્ય હાંસિયામાં ધકાયેલા લોકોને મતદાન આઇકોન તરીકે ઘોષિત કરીને વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા પ્રયત્નો કરે છે. મતદાતાઓ અચૂક મતદાન કરે તે માટે ગુજરાતમાં ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. વિવિધ સરકારી વિભાગો જેવા કે બેન્ક, પોસ્ટ ઓફિસો, રેલવે, ગ્રામ, તાલુકા તેમજ જીલ્લા પંચાયત, નગરપાલિકાઓ, સામાજિક સંગઠનો અને કોર્પોરેટ કંપનીઓનાં સહકારથી તેમના એકમોમાં નિબંધ, ડીબેટ, વેબિનાર, કર્મચારીઓ દ્વારા નેશનલ વોટર્સ ડે પ્રતિજ્ઞા જેવા આયોજનો કરવા માટે ચુંટણી પંચ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. બુથ લેવલે દરેક મત વિસ્તારમાં નવા મતદારોની નોંધણી માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવા મતદારોને તેમના મતદાતા ઓળખપત્ર કાઢવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત બુથ , જીલ્લા અને રાજ્ય સ્તરે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી જાગૃતિને લગતી વિડીયો અને અન્ય સામગ્રી સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે, જેમાં પોસ્ટલ બેલટ વિષે, મતદાન કેન્દ્રમાં પૂરી પાડવામાં આવતી સવલતો, ઈ.વી.એમ. તેમજ વી.વી.પે.ટ. કાર્યપદ્ધતિ અને મતદાતા હેલ્પલાઈન, એથીકલ વોટીંગ અંગેની માહીતી અને જાગૃતિને લગતા સંદેશાઓનો સામાવેશ થાય છે. નેશનલ વોટર્સ ડેની ઉજવણી વિવિધ સંસ્થાઓની ઉત્સાહસભર સહભાગીતા સાથે કરવામાં આવે છે, જેમાં નવા મતદારોને મતદાતા ઓળખપત્ર વિતરણ તેમજ મતદાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.
મતદારની પ્રતિજ્ઞા
અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે, આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, ર્નિભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.

error: Content is protected !!