મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરાયું

0


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરીબાપુ, મહંત શેરનાથ બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પધારતા મંદિરના મહંત મહેશગીરી બાપુએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. લોક શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધાન અનુસાર રાષ્ટ્રીય ચિન્હની સ્થાપના નગરના રાજા દ્વારા જાે નગરમાં કરવામાં આવે તો એ નગરના ઉજ્જવળ ભવિષ્ય તેમજ નગરની સુખ સંપદા માટે અને નગર તથા નગરજનો માટે શુભ માનવામાં આવે છે, આ શુભ સંકલ્પથી પ્રજાસત્તાક દિનની પૂર્વે સંધ્યાએ જૂનાગઢ નગરની મધ્ય બિરાજતા ભુતનાથ મહાદેવના પ્રાંગણમાં આ મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!