જૂનાગઢ જિલ્લાના લીવ રિઝર્વના ૧૩ પીએસઆઈની થયેલી આંતરિક બદલી

0

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીઓ કરવામાં આવી તે મુજબ જૂનાગઢ જિલ્લાના ફોજદારોની ટ્રાન્સફર કરી અન્ય શહેરોમાંથી પીએસઆઇઓને મૂકવામાં આવ્યા હતા. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા લીવ રિઝર્વ ૧૩ પીએસઆઇની સામૂહિક આંતરિક બદલીનો હુકમ કર્યો છે. સાથે સાથે આ પોલીસ અધિકારીઓએ તેઓની થયેલ બદલી વાળી જગ્યાએ છુટા થઈ, હાજર થઈ નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા જણાવાયું છે. દરમ્યાન જે બદલીઓ કરવામાં આવી છે તે ઉપર દ્રષ્ટીપાત કરીએ તો (૧) વાય. એન. સોલંકી લીવ રિઝર્વમાંથી રીડર ડીવાયએસપી જૂનાગઢ, (૨) આર. એન. ઓડેદરા લીવ રિઝર્વમાંથી કેશોદ, (૩) પી. એમ. ગોરફાડ લીવ રિઝર્વમાંથી બી ડિવિઝન, (૪) પી.આર. બાલાસરા. લીવ રિઝર્વમાંથી કેશોદ, (૫) એચ. ડી. પરમાર. લીવ રિઝર્વમાંથી બી ડિવિઝન, (૬) પી. કે. ઝાલા લીવ રિઝર્વમાંથી શહેર ટ્રાફિક, (૭) જે. જે. માઢક લીવ રિઝર્વમાંથી મહિલા પોલીસ સ્ટેશન, (૮) પી. જે. સોલંકી લીવ રિઝર્વમાંથી મહિલા પોલીસ સ્ટેશન, (૯) ડી. એ. ભંડેરી. લીવ રિઝર્વમાંથી બી ડિવિઝન, (૧૦) વી. એલ. લખધીર. લીવ રિઝર્વમાંથી એ ડીવિઝન, (૧૧) એસ. એ. સાંગાણી લીવ રિઝર્વમાંથી બી ડિવિઝન, (૧૨) પી. જે. વાઘેલા લીવ રિઝર્વમાંથી એરપોર્ટ સિક્યુરિટી અને (૧૩) એ. એ. પરમાર લીવ રિઝર્વમાંથી એ ડિવિઝન ખાતે મુકવામાં આવેલ છે.

error: Content is protected !!