માંગરોળના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીનો રાજસ્થાનથી કબજાે લેવાયો

0

માંગરોળના એનડીપીએસના એક ગુનામાં નાસતા ફરતા રાજસ્થાનના એક શખ્સને જૂનાગઢ એસઓજીએ અંતે રાજસ્થાન પોલીસ પાસેથી કબજ મેળવીને ધરપકડ કરી છે. માંગરોળમાં વર્ષ ર૦ર૩માં એનડીપીએસનો એક ગુનો દાખલ થયો હતો જે કેસમાં રાજસ્થાનનો પ્રતાપગઢનો ભયુખાન મીર અફઝલખાન પઠાણ નામનો શખ્સ તે કેસમાં ફરાર હતો અને જૂનાગઢ એસઓજીને બાતમી મળી હતી કે, આ આરોપી હાલ રાજસ્થાનના અરનોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરીંગ કેસ નોંધાયો છે અને તેને ઈજા થતા તે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેને અંગે જેલ હવાલે કરવામાં આવ્યા બાદ જૂનાગઢ એસઓજી પીએસઆઈ એસ.એ. સોલંકી સહિતના સ્ટાફે તેનો કબજાે મેળવીને માંગરોળમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!