પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ર૯મી ફેબ્રુઆરીએ ૩૩મી જન્મજયંતિ

0

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર વાગોળે છે : તત્કાલીન સોમનાથ ટ્રસ્ટ અધ્ય(૧૯૬૬ થી ૧૯૯પ) મોરારજી દેસાઈ સાથેની રસપ્રદ વાતો…

ભારતના પુર્વ વડાપ્રધાન અને વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ મોરારજી દેસાઈ સાથેના સંસ્મરણો વાગોળતા સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી જે.ડી. પરમાર કહે છે કે, મોરારજીભાઈ દેસાઈ જયારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે હું ટ્રસટી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટનો સેક્રેટરી પણ હતો. ૧૯૮૦માં ટપાલ ટિકીટ લેવા ચોમાસાને કારણે લેવા ન જવાણું એટલે મેં કવર ઉપર ઓફિસમાં પડેલી પોસ્ટ ટિકીટ ર૦ પૈસાવાળી લગાવી કવર મોકલ્યું ત્યારે કવર ઉપર દસ પૈસાની ટિકીટ લગાડવાનો નિયમ હતો. વળતી ટપાલે મોરારજી દેસાઈએ મને પોષ્ટકાર્ડ લખ્યું અને તેમાં પહેલી લાઈન હતી તમારો પત્ર મળ્યો તેના કવર ઉપર તમે ર૦ પૈસાની ટિકીટ લગાડી છે જેથી ૧૦ પૈસા ગેરવલ્લે થયા, ફરી આવું ન થવું જાેઈએ. આમ કાળજી, કરકસર અને આર્થિક નાણા વેડફાય નહી તેવો તેનો સ્વભાવ અભિગમ હતો. દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ટ્રસ્ટની મીટીંગ યોજાઈ હતી. ટ્રસ્ટીઓએ બેઠક લઈ લીધી હતી. હું માત્ર એક જ મીનીટ મીટીંગ ખંડમાં દાખલ થયો એટલે તરત મોરારજી દેસાઈએ મારી સામે જાેઈ પોતાની ઘડીયાળ સામે જાેયું. હું સમજી ગયો કે આ આંખથી અપાયેલો મને ઠપકો હતો અને મેં પણ મારી ઘડીયાળ સામે જાેઈ નતઃમસ્તક બેઠક લીધી. આમ સમય પાલનમાં કેટલી ચીવટ રાખતા હતા તે શીખવા જેવું હતું. સોમનાથ વીઝીટ વખતે તેણે સોમનાથ ટ્રસ્ટના પ્રાચીન મંદિર જવા ઈચ્છા વ્યકત કરી સલામતી અધિકારીઓ બનશે. કારણ કે ત્યાં બેઠી પુલ છે તેના ઉપર પુરના પાણી વહેતાં હોય છે. મોરારજી દેસઈાએ તરત કહ્યું, નક્કી કરેલી વાતનું પાલન થવું જ જાેઈએ, આપણે ત્યાં જઈએ જ એવો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો પણ કાર્યક્રમ તો રદ ન જ કર્યો અને બેઠા પુલના પાણીના પ્રવાહમાં ઉતર્યા અને પ્રાચીના મંદિરો જાેયા. તે સમયમાં તેણે સોમનાથના ભોજનાલયની મુલાકાત લીધેલી ત્યારે તેને સેક્રેટરી, ટ્રસ્ટી તરીકે મને પુછયું થાળીનો ખર્ચ કેટલો થાય છે. તે સમયે એક થાળીનો ખર્ચ અઢી રૂપીયા લેવાતા જયારે બજારમાં સાડા ત્રણ રૂપીયા હતા. આમ એક રૂપીયાનો ભાવ ફેર હતો. મોરારજી દેસાઈએ કીધું કે, હજુ કેમ ઘટી ન શકે ત્યારે મેં કીધું કે તેઓને લાઈટ, પાણી અને નોકરો તથા અન્ય્‌ ખર્ચાઓ પણ ભોગવવા પડે છે. જે વાત તેમણે સ્વીકારી પણ વાતનો સાર એ છે કે તમામ બાબતોની તેઓ ચિંતા કરતા. મોરારજી દેસાઈ સોમનાથ વિઝીટે હતા તે સમયે સોમનાથ આવેલ ઉદ્યોગપતિઓના જુથે તેને મળવા ઈચ્છા વ્યકત કરી. મેં સેક્રેટરી તરીકે તે વાત તેને પહોંચાડી ત્યારે તેનો જવાબ હતો હું કોઈ વેપાી, કારખાનેદાર કે ઉદ્યોગપતિને મળતો નથી માટે ના કહી દયો. આ જવાબ ઉદ્યોગપતિઓને પહોંચાડયો તો તેઓ કહે કંઈ વાંધો નહી, અમને ખાલી રૂબરૂ જ થાવ, ચર્ચા નહી કરીયે. ત્યારે મોરારજીભાઈએ જણાવ્યું કે, હું સીડી ઉપરથી નીચે ઉતરૂ છું અને ઉદ્યોગપતિઓએ તેમને વંદન સાથ માત્ર રૂબરૂ જાેયા. આમ પોતાનો નિયમ પાળ્યો.

error: Content is protected !!