ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના મુજબ જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનીત શર્માના માર્ગદર્શન હેઠળ રામ જન્મભૂમિ અયોધ્યામાં વ્યવસ્થા કમીટીની સાથે દસ દિવસ સુધી અયોધ્યા ખાતે આવનાર રામભક્તોની સેવા માટે ગુજરાતમાંથી અનેક સેવાભાવી કાર્યકરો જાેડાયા હતા. રામ ભક્તોએ અયોધ્યા રેલ્વે સ્ટેશનને સ્વાગત, આવાસ, રામ લલ્લાના દર્શન, ભોજન અને પરત જવાની તમામ વ્યવસ્થા જૂનાગઢ મહાનગરના ઉપાધ્યાયક્ષ ભરતભાઈ બાલસ, કિશાન મોર્ચાના ઉપાધ્યાયક્ષ મેણસીભાઇ સારીયા તથા વોર્ડ પ્રમુખ પ્રગનેશભાઈ રાવલે પણ દસ દિવસ સુધી અયોધ્યા ખાતે સેવાકાર્યમાં ફરજ બજાવી હતી અને સેવાકાર્ય કરીને પરત ફરેલ ત્યારે તેમનું સ્વાગત જૂનાગઢ મહાનગર તેમજ યૃવા મોરચા મહામંત્રી પરાગ રાઠોડ, ધવલ બાલસ તથા કાર્યકરો દ્વારા જૂનાગઢ રેલ્વેસ્ટેશન ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.