દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી, વૈભવ જટણીયા, આનંદ ભટ્ટ, જામનગરના ગેસ્ટ મેમ્બર વિજયભાઈ વોરાએ ઓખાથી બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ત્રણ કિલોમીટર દોડી બેટ દ્વારકા પહોંચ્યા હતા. ફિટનેશનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. આજ ઓખા-બેટદ્વારકા “સુદર્શન સેતુ” ઉપર શ્રી ભડકેશ્વર યોગ ગૃપના સભ્યોએ સુંદર બ્રીજ નિહાળ્યો હતો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યોના ભરપુર વખાણ્યા હતા.