ગોરખમઢી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કુલમાં ‘જળ એ જ જીવન’ વિષય ઉપર વર્કશોપ તથા સેમિનાર યોજાયો

0

ગીર ફાઉન્ડેશનના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ભાવેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગોરખમઢીની શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે તા.૨૪-૨-૨૦૨૪ શનિવારે ‘જળ એ જ જીવન’ વિષય ઉપર આધારિત એકદિવસીય વર્કશોપ તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધા તથા પરિસંવાદમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ એક એક વૃક્ષને દત્તક લઈને તેની કાયમી સારસંભાળ કરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે ઉઠાવવાનું નક્કી કર્યું હતું. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગોરખમઢી ગામના ડો. ચિરાગભાઈ વાજાએ હાજરી આપીને પાણીનો બગાડ અટકાવવાના ઉપયોગો, જળ પ્રદૂષણ નિવારણ, વરસાદી પાણીનો સંગ્રહ તથા સ્થાનિક જળસ્ત્રોતોની કાળજી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર, નોટબુક-પેન તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શ્રી ગોરક્ષનાથ કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, આચાર્ય તથા સુપરવાઈઝર વગેરેએ હાજર રહીને વિદ્યાર્થીઓનું દિશાસૂચન કર્યું હતું.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!