જૂનાગઢમાં જુનો વોચ પપ હજારમાં ખરીદી ઓનલાઈન પેમેન્ટનું કહી છેતરપિંડી કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

0

જૂનાગઢના એક વેપારી પાસેથી ર અજાણ્યા ઈસમે જુની વોચ પપ હજારમાં ખરીદી ઓનલાઈન પેમેન્ટ કરવાનો વિશ્વાસ અપાવી છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. શહેરમાં મોતીબાગ પાસે મેરીગોલ્ડ કોમ્પ્લેક્ષમાં નવા જુના મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ વગેરે વેંચવાનો ધંધો કરતા કિંજનભાઈ દેવદાનભાઈ હુંબલની દુકાને ૧ર માર્ચના રોજ રાત્રે ૮ વાગ્યે ર અજાણ્યા શખ્સ જૂની વોચ ખરીદવા આવ્યા હતા અને બંનેએ રૂપીયા પપ૦૦૦ની કિંમતની બે જુની વોચ ખરીદી યશ પટેલ નામની અજાણી વ્યક્તિએ દુકાનના કર્મચારી સાગર મારૂને વિશ્વાસમાં લઈ વેપારીના ગુગલ પે એકાઉન્ટમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનો વિશ્વાસ અપાવી અને રૂપીયા પપ૦૦૦ જમા થયેલ છે તેવો ઈલેકટ્રોનિકસ સંદેશાવાહક સાધનન ઉપયોગ કરી ખોટો મેસેજ મોકલી ગુગલ પે એકાઉન્ટમાં પૈસા નહી મોકલી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વેપારીએ કરતા સી ડીવીઝન પોલીસે ર શખ્સ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!