જૂનાગઢમાં ચામડીનો રોગનો નિદાન કેમ્પ

0

જૂનાગઢ શ્યામવાડી ખાતે શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ જાેષીપરા-દોલતપરા વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા રાહત દરે બોડીચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં પ્રેરણા સ્ક્રિન હોસ્પિટલ જૂનાગઢ ચામડીના રોગના નિષ્ણાંત ડો. પુજા ટાંક(કોચાણી) તથા ડો. જયદિપ ટાંકએ ચામડીના ૧૦૦થી વધુ દર્દીઓની ચકાસણી કરી અને ચામડીના રોગ કઈ રીતે અટકાવવા તે અંગે માહિતગાર કર્યા હતા. ઉપરોકત તસ્વીરમાં દર્દીને તપાસતા ડો. પુજા ટાંક નજરે પડે છે.

error: Content is protected !!