જૂનાગઢમાં આવેલા વાઘેશ્વરી તળાવને ચોમાસા પહેલા નવસાધ્ય કરી અને નગરજનોને ભેટ આપવા અનુરોધ

0

આજથી ૧૮ વર્ષ પહેલા વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવાનો પ૧ સંસ્થાના સહયોગથી શ્રમયજ્ઞ કરનાર સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા કમિશ્નરને પાઠવાયો વિસ્તૃત પત્ર : ગુજરાત સરકારે જયારે વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવા માટે ૧૮ કરોડની ફાળવણી કરી છે ત્યારે તે બદલ સરકારને અભિનંદન પાઠવાયા

જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ નવાબી કાળ સમયનું વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવા માટે આજથી ૧૮ વર્ષ પહેલા એટલે કે ર૦૦૬માં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગ સાથે શ્રમયજ્ઞ કરવામાં આવેલ અને શહેરને રળીયામણું તળાવની ભેટ આપવા પ્રયત્નશીલ બન્યા હતા. દરમ્યાન તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવા માટે રૂા.૧૮ કરોડ જેવી રકમની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારને આ બાબતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે વહેલી તકે જૂનાગઢમાં આવેલા વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવાની કામગીરી ઝડપભેર પુર્ણ કરી અને ચોમાસા પહેલા જ આ વાઘેશ્વરી તળાવ કાર્યરત કરવાની લાગણી અને માંગણી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ વ્યકત કરી છે અને આ અંગે મહાનગરપાલિકાના કમિશ્નરને એક વિસ્તૃત પત્ર પાઠવેલ છે અને જે અંગેની નકલ અને જાણ મેયરને પણ કરવામાં આવી છે. આ પત્રમાં જૂનાગઢ શહેરમાં આવેલા વાઘેશ્વરી તળાવને ચોમાસા પહેલા નવસાધ્ય કરી અને શહેરની જનતાના સ્વપ્નને પુરૂ કરવા રજુઆત સાથે વિનંતી કરવામાં આવી છે.
સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ મનપાના કમિશ્નરને પાઠવેલા પત્રમાં વિસ્તૃત વિગતો રજુ કરતા જણાવેલ છે કે, જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ કે જેની કોઈપણ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે આ સ્થળે તળાવ હતું. જે રીતે નરસિંહ મહેતા સરોવર નવસાધ્ય થઈ રહ્યું છે એ જ રીતે આજથી ૧૮ વર્ષ પહેલા ૨૦૦૬માં જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ તળાવને નવસાધ્ય કરાય તો પાણીના તળ ઊંચા આવે અને તળ સાજા થાય જેથી કુદરતી ગિરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગ્રહ થાય જેથી આસપાસના લોકોના ડંકી-વાવના તળ સાજા થઈ જવાના કારણે પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમજ દેશ-વિદેશથી તથા જૂનાગઢના લોકો ફરવા આવતા સહેલાણીઓને જાે તળાવમાં બોટિંગ મુકવામાં આવે તો જૂનાગઢનું એક નવા નજરાણા રૂપ ફરવાના સ્થળ તરીકે ઉપયોગી થઈ શકે. આ વિચારને મૂર્તિમંત કરવા લગભગ એ સમયે ૫૧ જેટલી સંસ્થાઓએ કમર કસેલી અને હજારો- ટનબધ કાંપ દૂર કરી શ્રમયજ્ઞ કરેલ, જેની આગેવાની સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ તેમજ જૂનાગઢના નગરજનો દ્વારા લેવામાં આવેલ હતી. એક જમાનામાં કુદરતી સૌંદર્યથી છલકાતા તળાવમાં ભરાયેલી ગંદકી અને કાંંપ કાઢી સાથે ગારને કાઢી તળાવ ઊંડું ઉતારવાનું કામ થાય તો જૂનાગઢની સુંદરતામાં વધારો થાય આ પ્રકારનો એ સમયે મ.ન.પા. જૂનાગઢને રજૂઆત કરેલ હતી. જેમાં એ સમયે હજારો ટન કાંપ, કીચડ અને ગંદકી ભરીને કચરો ઉલેચવામાં આવ્યો હતો. લગભગ ૧૫૦૦ જેટલા સ્વયંસેવકોના સહિયારા પ્રયાસોથી ખંભે-ખંભો મિલાવી શ્રમયજ્ઞ કરેલ હતો. જેમાં સંતો-મહંતો, રાજદ્વારી નેતાઓ, તબીબો, સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈ રહેલા ઝારખંડ રાજ્યના ૧૨૫ પોલીસ જવાનો હરખભેર જાેડાયા હતા. શ્રમ યજ્ઞની શરૂઆત રાજ્યસભાના સાંસદ સૂર્યકાંતભાઈ આચાર્ય, કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલીયા, જળ સંપતિ વિભાગના મંત્રી રતિભાઈ સુરેજા, જિલ્લા પોલીસ વડા ભાવસિંહ વાઘેલાએ શ્રીફળ વધેરીને શુભ શરૂઆત કરી હતી. આ સમયે ભારતી આશ્રમના મહંત શ્રી ભારતીબાપુ, પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, પૂજ્ય શ્રી તનસુખગીરી બાપુ, શ્રી દાનીરાયજી હવેલીના લાલ, સ્વામિનારાયણ ગુરૂકુળના શ્રી હરિ નારાયણ સ્વામી, સ્વામી મંદિરના શ્રી કોઠારી સ્વામી, શ્રી માધવાનંદ બાપુ, દત્ત આશ્રમના પૂજ્ય શ્રી ધીરૂ બાપુ, રૂપાયતન આશ્રમના હેમંતભાઈ નાણાવટી, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બી.કે. કિકાણી, ગીરીશભાઈ કોટેચા, કરમણભાઈ કટારા, લાખાભાઈ પરમાર, ડો. બકુલભાઈ બુચ, ઓધવજીભાઈ પટેલ, સમીરભાઈ જાની, ચુનીભાઇ લોઢીયા, ગીતાબેન માલમ, ડો. પંચાંલ રમેશભાઈ, રમેશભાઇ શેઠ, ડો.પૂર્ણેનુભાઈ બુચ, બ્રહ્મકુમારી વિદ્યાલયના દમયંતી દીદી, કે.બી. સંઘવી, અમુભાઈ પાનસુરીયા, જયેન્દ્રભાઈ જાેબનપુત્રા, ભરતભાઈ રાવલ, અલ્પાબેન ઉનડકટ, નાથાભાઈ મોરી, જીતુભાઈ હિરપરા, સાબીરાબેન શેખ, કિશોરભાઈ ચોટલીયા, ધરમશીભાઈ પરમાર, રસિકભાઈ જાની, અમુદાનભાઈ ગઢવી, વસંતભાઈ રાજા, સંતોષબેન મુન્દ્રા, વિનુભાઈ રૂપારેલીયા, નારસીભાઈ પઢીયાર, પ્રજ્ઞાબેન આહીર, નીરૂબેન કાંબલિયા, બટુકભાઈ મકવાણા, હારૂનભાઈ વિહળ, પ્રવિણભાઈ ટાંક, પ્રજ્ઞેશભાઈ વાજા, એસ.ડી. બસરાણી, દાદુભાઇ કનારા, મુકુંદભાઈ પુરોહિત, કિશનભાઇ વ્યાસ વિગેરે નામી અનામી સંસ્થાઓ અને સમાજના શ્રેષ્ઠિઓની હાજરીમાં આ શ્રમયજ્ઞ યોજાયો હતો. આ કામગીરી લગભગ ત્રણ માસ સુધી ચાલી હતી. જેમાં સત્યમ સેવા યુવક મંડળ, જન સેવા ટ્રસ્ટ, શિવમ સંસ્થા, વૃદ્ધ નિકેતન, મયારામ દાસજી આશ્રમના વિદ્યાર્થીઓ વડાલની આઈ શ્રી ખોડીયાર મંડળ, પ્રભા વેવિશાળ ચેરીટેબલ ટ્રસ્ટ, રૂપાયતન ટ્રસ્ટ, મિનરાજ શૈક્ષણિક સંકુલ, અમરનાથ યાત્રિક મંડળ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, જેસીઝ, વાલ્મિકી સમાજ, ધોબી સમાજ, કાંબલીયા સ્કૂલ, વાલી એ સોરઠ, ઝારખંડ પોલીસ જવાન ટીમ, જિલ્લા કાનૂની સેવા સતામંડળ, વિનાયક એજન્સી, મેંદરડા મધુવન ટ્રસ્ટ, બાર એસોસિએશન, રાજપૂત સમાજ, વૃદ્ધ નિકેતન જેવી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, પત્રકાર તથા ઇલેક્ટ્રોનિક મીડિયા, પત્રકારો તથા સામયિક ન્યૂઝ પેપર આ શ્રમ યજ્ઞમાં જાેડાયા હતા. વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરી ઊંડું ઉતારી રમણીય સ્થળ બનાવવા કમર કસી ત્યારે આ શ્રમયજ્ઞમાં એ સમયે તેમને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, કંચનબેન ટાંક, વસંતભાઈ ચુડાસમા, જગદીશભાઈ કકકડ, જેન્તીભાઈ કારીયા, ઠાકરશીભાઈ વાઘેલા, ઇન્દ્રવદનભાઈ તન્ના, મનોજભાઈ ચૌહાણ, જીવનભાઈ પાણખાણીયા, રતિભાઈ રાઠોડ, કમલેશભાઈ પંડ્યા, ભુપતભાઈ વાળા, રસિકભાઈ જાની, મનોહરસિંહ ઝાલા, કિરીટભાઈ મકવાણા, શૈલેષભાઈ આડતીયા વિગેરે સેવા ભાવિઓએ આ શ્રમ યજ્ઞનમાં પોતાનું યોગદાન આપેલ અને વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવા ખુબજ ઉમળકાભેર જહેમત ઉઠાવવામાં આવી હતી. તાજેતરમાં જાહેર થયેલ હાલની ગુજરાત સરકાર તરફથી રૂા.૧૮ કરોડના ખર્ચની થયેલી જાહેરાત મુજબ, સત્યમ સેવા યુવક મંડળ તેમજ જૂનાગઢની જાહેર જનતાના આ અધુરા સ્વપ્નને સત્વરે પુરૂ કરવામાં આવે અને જાજરમાન જૂનાગઢને ફરીથી નવલું નજરાણું મળે અને ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય તેવી કમિશ્નર તથા મેયરને વિનંતી કરવામાં આવી છે તેમ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!