રવનીનાં ચકચારી ડબલ મર્ડર કેસનાં તમામ સાત આરોપીઓ ઝડપાયાજૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં રવની ગામની સીમમાં

0

જુની અદાવત અને વેરઝેરનાં કારણે પિતા-પુત્ર સહિતની હત્યાનો બનાવ બન્યો હતો. ગત તા. ૧૦ મેનાં રોજ રાત્રીનાં ૯.૩૦ કલાકે આ ઘટના બની હતી. ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ આ ઘટનાનાં તમામ સાત આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ભારે દોડધામ કરી હતી. જયારે આજે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ બનાવ અંગે ડીવાયએસપી બી.સી. ઠકકરે કહયું કે તમામ ૭ આરોપીઓ ઝડપાઈ ગયા છે. આજે બપોરે જીલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી તમામ વિગતો જાહેર કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા મુજબ તમામ ૭ આરોપીઓમાં (૧) રહિમ ઉર્ફે ખુરી ઈશાભાઈ સાંધ, રહે. ઝાંપોદડ (ર) જુમાભાઈ હબીબભાઈ સાંધ રહે. રવની, (૩) હનીફ ઈસ્માઈલભાઈ સાંધ રહે. રવની (૪) અબ્દુલ ઉર્ફે અબ્લો ઈબ્રાહીમ સાંધ રહે. રવની, (પ) ઈસ્માઈલ ઈબ્રાહીમ સાંધ રહે. રવની (૬) પોલાભાઈ યુસુફભાઈ સાંધ રહે. ઝાંપોદડ (૭) હુસેન અલારખા સાંધ રહે. રવનીવાળાનો સમાવેશ થાય છે જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. ઉપરોકત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. અને જુદી જુદી ટીમો બનાવી સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા મળતા તમામ સાત આરોપીઓ ઝડપાઈ ગયા છે. ઉપરોકત આરોપીઓએ રવની ગામની સીમમાં પિતા-પુત્રની હત્યા કરી હતી. જેમાં મરણજનારમાં રવનીનાં રહીશ રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેનાં પુત્ર જીહાન રફીકભાઈ સાંધની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે હુસેનભાઈ ઉમરભાઈ સાંધ (ઉ.વ. ૬૦) રવનીવાળાએ ઉપરોકત આરોપીઓ સામે વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આમ ડબલ મર્ડરની ઘટનામાં પાંચ દિવસ બાદ આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

error: Content is protected !!