અમદાવાદમાં ફરી એક વાર કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મજૂરનું મોત થયું હોય તેવા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રીવિયા વન કન્સ્ટ્રક્શન સાઇટ અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે આવેલ છે. ટ્રીવિયા વન કન્સ્ટ્રક્શન સાઇટ પર પાંચમાં માળથી પટકતા મજૂરનું મોત થયું. બાંધકામ સાઈટ પર બેદરકારીના અભાવે વધુ એક મજૂર મોતનો ભોગ બન્યો. કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની બેદરકારીનો ભોગ બન્યો મજૂર. મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો કન્સ્ટ્રક્શન સાઇટ પર સલામતીના સાધન એવી સેફટી જાળી ના હોવાથી મજૂરનું મોત નિપજયું.
અગાઉ પણ શહેરમાં નરોડા વિસ્તારમાં બાંધકામની સાઈટ પર મજૂરનું મોત થયું. એક મહિનાની અંદર બાંધકામ સાઈટ પર સલામતીના અભાવે મજૂરનું મોત નિપજવાની આ બીજી ઘટના છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા સવાલો ઉઠી રહ્યા છે કે આખરે બેદરકાર કોન્ટ્રાક્ટરો પર કયારે લગામ આવશે. ક્યારે આ કોન્ટ્રાકટરોને નિયમ મુજબ કામ ના કરાતા કાર્યવાહી કરાશે. મજૂરનું મોત થતા લોકો ફક્ત સહાનુભૂતિ આપે છે પરંતુ તેમના મૃત્યુથી પરિવારને તમામ રીતે થતા નુકસાનની કોઈને પરવા નથી. કયારે બેદરકાર કોન્ટ્રાકટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ?