એપ્રીલમાં ગુજરાતની જીએસટીની આવક રૂા.13,301 કરોડે પહોંચી

0

ગુજરાતમાં કોરોનાના સમયથી મંદ રહેલી ઔદ્યોગિક-વાણિજિયક પ્રવૃતિઓ 2024માં પૂર્ણ રીતે ધમધમતી થતા રાજય સરકારને જીએસટીની ભરપુર આવક થઈ રહી છે. એપ્રીલ-2024માં ગુજરાત સરકારને થયેલી જીએસટીની આવક રૂા.13,301 કરોડ રહી હતી. જે દેશમાં ત્રીજા નંબરે હતી. 2023ના વર્ષ કરતા પણ ગુજરાતની આવકમાં વધારો થવા પામ્યો હતો. જોકે, મહારાષ્ટ્રની આવક ગુજરાત કરતા બમણાંથી પણ વધુ રહી હતી. તો બીજા નંબરે કર્ણાટકની આવક 15,978 કરોડ રહી હતી. કેટલાક રાજયનો જીએસટીની આવકનો ગ્રોથ વધુ હતો પરંતુ આવક ઓછી રહી હતી.

ગુજરાતમાં ધંધાકીય ગતિવિધિ વથતા તેની અસર સીધી રાજય સરકારને ગુડ્ઝ સર્વિસ ટેકસ (જીએસટી) થકી થતી આવક પર પડી છે. એપ્રિલ-2023માં ગુજરાતને જીએસટી પેટે આવક 11,721 કરોડની થઈ હતી તેમાં 13 ટકા જેટલા વધારા સાથે એપ્રિલ-2024માં તે 13,301 કરોડ થઈ હતી. મહારાષ્ટ્રની આવક એપ્રિલ-2024માં 37,671 કરોડ અને કર્ણાટકની આવક 15,978 કરોડ રહી હતી. મહારાષ્ટ્રની આવક વધુ હતી પણ ગત વર્ષની સરખામણીએ આવકનો ગ્રોથ ગુજરાત જેટલો 13 ટકાનો જ રહ્યો હતો. જયારે કર્ણાટકની આવક વધી હતી પણ ગ્રોત 9 ટકા હતો. ગુજરાત જેવા રાજયના મહત્વના ફાળાના કારણે સમગ્ર દેશની જીએસટીની આવક પણ વિક્રમજનક 2.10 લાખ રોડ (એપ્રિલ-2024)ની રહી હતી.

error: Content is protected !!