હરિયાણામાં મોડી રાત્રે એક બસ ભડ ભડ સળગી ઉઠી: 8 યાત્રાળુઓ જીવતા ભડથુ

0

હરિયાણાના નૂંહમાં ગઈકાલે શુક્રવારે રાત્રે મોડી રાત્રે પર્યટક બસમાં આગ લાગવાથી આઠ લોકોના જીવતા ભડથુ થઈ જવાથી કમકમાટીભર્યા મોત થયા હતા. આ કરુણાંતિકામાં લગભગ 24 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના મોડીરાત્રે દોઢ વાગ્યે બની હતી.

બસમાં લગભગ 60 લોકો સવાર હતા. વિડીયો ફુટેજમાં બસ આગની જવાળાઓમાં લપેટાયેલી જોવા મળી રહી હતી અને તે કોઈ ફલાયઓવર કે પુલ જેવી જગ્યાએ ઉભેલી જોવા મળી રહી હતી. બસમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બસમાં સવાર પંજાબ અને ચંદીગઢના શ્રદ્ધાળુઓ મથુરા-વૃંદાવનથી પાછા ફરી રહ્યા હતા. કેએમપી એકસપ્રેસ વે પર નુંહના તાવડુ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યુ હતું. ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા હતા.

દુર્ઘટનાને નજરે જોનાર વૃદ્ધાએ જણાવ્યું હતું કે આગ લાગ્યાની ખબર પડતા બસની બહાર કૂદી ગઈ હતી અને ખુદને બચાવી હતી. વૃદ્ધાએ જણાવ્યું હતું કે એક બાઈક સવાર વ્યક્તિએ બસમાં લાગેલી આગ જોઈ અને તેનાથી ડ્રાઈવરને સચેત કરવા ઓવરટેક પણ કરેલું.

error: Content is protected !!