સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડો.ઓમ પ્રકાશ તેમજ ડેપ્યુટી કમિશ્નર ડી.જે. જાડેજા અને સેનિટેશન સુપરિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલીયા તેમજ સેનીટેશન સુપરવાઇઝર મનીષભાઈ દોશી, રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, ભરતભાઈ ગૌસ્વામી દ્વારા સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટે મિલ્કત ધારકોને ડસ્ટબિન વિતરણ કરવામાં આવેલ તે જ રીતે જૂનાગઢના તમામ રહેણાંક વિસ્તાર તેમજ કોમર્શિયલ વિસ્તાર માટે વોર્ડ નંબર ૧ થી ૧૫માં સફાઈ કામગીરી કરવા માટે વોર્ડના સફાઈ કામદાર મારફત કચરો સફાઈ કર્યા બાદ તેમને કોઈ અન્ય જગ્યાએ રાખવામાં ન આવે અને ડોર ટુ ડોર કલેક્શનના વાહનોમાં જ નાખવામાં આવે તેમજ કચરાના કોઈ જગ્યા ઉપર ઢગલા કરવામાં ના આવે તે હેતુ માટે છ લીલા કલર જેમાં ભીનો અને મ્ બ્લુ કલર સૂકા કચરા માટેની ૧૨૦ લીટરની ડસ્ટબિનનું સફાઈ કામદારોને વિતરણ કરવામાં આવેલ તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ પણ અપીલ કરવામાં આવેલ કે સુકો ભીનો કચરો અલગ અલગ રાખી કચરા કલેક્શન વાહનમાં અલગ રાખવામાં આવેલ કમ્પાર્ટમેન્ટમાં જ આપવા જાણ કરવામાં આવેલ અને ફરી જનતા જનાર્દનને અપીલ કરવામાં આવે છે કે તમારો સુકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખી અને ડોર ટુ ડોર વાહનમાં અલગ કમ્પાર્ટમેન્ટ બનાવેલા છે તેમાં નાખવા વિનંતી તેમજ જૂનાગઢ શહેર આપણું છે અને આપણે એને ચોખ્ખું રાખીએ તે આપણી સર્વેની ફરજ આવે છે તો મહેરબાની કરી ક્યાંય પણ જાહેરમાં કચરો નહિ કરવા કે ફેંકવો ના જાેઈએ તેવી વિનંતી તેમજ મહાનગરપાલિકા જૂનાગઢના સ્ટાફ દ્વારા હવેથી આપનો કચરો અલગ અલગ રાખવામાં નહીં આવેલ હોય તો કચરાનો અસ્વીકાર કરશે. તો આજથી સુકો ભીનો કચરો અલગ અલગ રાખવા અપીલ કરવામાં આવે છે.