આઈ.એમ.એ. દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયોઃ નવા હોદ્દેદારો વરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) ની ટીમ દ્વારા ૩૧ ડિસેમ્બર નિમિત્તે પારિવારિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર એસોસિએશનના નવા પ્રતિનિધિઓની નિમણુક પણ કરવામાં આવી હતી. આ અંતર્ગત અત્રે રાજપૂત સમાજની વાડી ખાતે મંગળવારે આઈ.એમ.એ.ની ટીમનો પારિવારિક ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને સૌ ડોક્ટર પરિવારોએ મન ભરીને માણ્યો હતો. આ સાથે આઈ.એમ.એ.ની ટીમના નવા પ્રમુખ તરીકે ડો. ચંદ્રકાંત જાદવ, ઉપપ્રમુખ તરીકે ડો. હમીર કાંબરીયા, સેક્રેટરી તરીકે ડો. પ્રકાશ ધારવિયા, જાેઈન્ટ સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર અને ટ્રેઝરર તરીકે ડો. પિયુષ કણજારીયાની નિમણૂક કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સૌ કોઈએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.