ઝેવિયર્સ સ્કૂલના સ્પર્ધકોએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ
ચતુર્થ વર્ષ સ્ટાઈલ ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટમાં ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મહત્વની સ્પર્ધામાં અહીંના સ્પર્ધકોએ ચાર ગોલ્ડ મેડલ અને આઠ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ વિજેતાઓમાં સોમૈયા આધ્યા (ગોલ્ડ,બ્રોન્ઝ), સૈખ હસીના (ગોલ્ડ, બ્રોન્ઝ ), ધકાણ આંસી (ગોલ્ડ ,બ્રોન્ઝ), પાઠક અનાહીતા સિંઘ (ગોલ્ડ, બ્રોન્ઝ), લાઠીયા મિશવા (બ્રોન્ઝ ), વસાવા અદિતિ (બ્રોન્ઝ ), રાવલ આર્યા (બ્રોન્ઝ), ચોપડા કેનીસ (બ્રોન્ઝ) નામના ખેલાડીઓએ કોચ આકાશસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરાટેની આ સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી .