પ્રિ પેઈડ વીજ મીટરના વિરોધમાં આગામી ગુરૂવારે આવેદનપત્ર પાઠવી બાદમાં સર્વ પક્ષીય બેઠક બોલાવી રણનીતિ ઘડવામાં આવશે

0

વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીની જાહેર ક્ષેત્રના અનેક નિગમો કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પૂરૂ પાડતી વીજ કંપનીનું વિકાસના નામે ખાનગીકરણ કરી જાહેર જનતાને લૂંટી ખાનગી કંપનીઓને લાભ અપાવવાના મલિન ઇરાદા સાથે હાલ તાજેતરમાં જાહેર જનતાની સહમતી વિના પ્રી પેઇડ સમાર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેના ચાર્જીસ અનેક ગણા વધારે છે. જે સામાન્ય જનતાને પરવડે નહિ ત્યારે આ પ્રિ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવાના વિરોધમાં કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા આગામી ગુરૂવાર તારીખ ૨૩-૫-૨૦૨૪ના રોજ કલેકટર તેમજ સબંધિત વિભાગને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે. ત્યાર બાદ જૂનાગઢ શહેર જિલ્લાની એન .જી.ઓ., સામાજિક સંસ્થાઓ તેમજ સર્વ પક્ષીય આગેવાનોની એક બેઠક બોલાવી આ બાબતે આગામી રણનીતિ ઘડવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!