જૂનાગઢમાં રીલાયન્સ સુપર માર્કેટ, જયશ્રી સિનેમા, રીલાયન્સ ટ્રેન્ડસ મોલ, ક્રોમા મોલ સીલ કરાયા

0

રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોન ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડના બનાવના પગલે ગુજરાતના અનેક શહેરોમાં ઉચ્ચ કક્ષાના આદેશ અનુસાર ફાયર એનઓસીની ચકાસણીની કાર્યવાહી જાેરશોરથી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રીલાયન્સ સુપર માર્કેટ, જયશ્રી સિનેમા, રીલાયન્સ ટ્રેન્ડસ મોલ, ક્રોમા મોલ વગેરેને ફાયર એન.ઓસી તેમજ બીયુ પરમીશન ન હોવાના કારણે સીલ કરાયા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કમિશનર ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર એ.એસ.ઝાંપડાની સુચના અન્વયે જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધામિર્ક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવા માટે સીનીયર ટાઉન પ્લાનર બી.એચ.ગામીત, આસી. કમિશનર (ટેક્ષ) કે.જી. ટોલિયા, કાર્યપાલક ઈજનેર(બાંધકામ શાખા) ડી.જી.રાઠોડ,કાર્યપાલક ઈજનેર (વો.વ.શાખા) અલ્પેશભાઈ ચાવડા, ચીફ ફાયર ઓફિસર દીપક જાની,ડીઝાસ્ટર પ્રોગ્રામ ઓફિસર યકીન શિવાણી, ઈલે.ઈજનેર એચ.કે.ચુડાસમા સહિતના અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે.
જેમાં તા.૨૬/૦૫/૨૦૨૪ના રોજ સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક,કોલેજ રોડ જુનાગઢમાં ફાયર એન.ઓ.સી.ની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે,સુરજ સિનેપ્લેક્ષ કોલેજ રોડ,જુનાગઢ અને ગેમર્સ પોઈન્ટ,ઉપરકોટ,જુનાગઢમાં ફાયર એન.ઓ.સી. ન હોય.હોટલ ફર્ન ગિરનાર દરવાજા,જુનાગઢ પાસે તેમજ ઉપરોક્ત તમામ ગેમઝોનમાં કલેકટર કચેરી પાસેથી ગેમિંગ ઝોન ચલાવવા બાબતેનો પરવાનો ન હોય તે માટે સીલ કરવામાં આવેલ હતી.
શહેરમાં લોકોની વધુ અવર જવર રહેતી હોય તેવા વિવિધ સ્થળો જેવા કે મોલ,સિનેમા ગૃહો વગેરે સ્થળોની તા.૨૭/૦૫/૨૦૨૪ તથા તાઃ૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ફાયર એન.ઓ.સી. તથા બી.યુ. પરમીશનની ચકાસણી કરવામાં આવતા કુલ ૪ સ્થળો જેમાં રીલાયન્સ સુપર માર્કેટ, મોતીબાગ રોડ, જુનાગઢ અને જયશ્રી સિનેમા, તળાવ દરવાજા રોડ, જુનાગઢમાં ફાયર એન.ઓ.સી. તેમજ બી.યુ. સર્ટીફીકેટ ન હોય તેમજ રિલાયન્સ ટ્રેન્ડસ મોલ, ઝાંઝરડા બાયપાસ રોડ, જુનાગઢ અને ક્રોમા મોલ,ટીંબાવાડી રોડમાં ફાયર એન.ઓ.સી. ન હોય જે ધ્યાને લઇ ઉક્ત ચાર સ્થળો પર સિલિંગ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં આવેલ હોસ્પિટલો, કોલેજો,શાળા,બહુમાળી બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. તથા બી.યુ.પરમીશન ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!