આવકવેરા વિભાગે કરદાતાઓને ઉંચા દરે ટેકસ કપાતથી બચવા માટે ૩૧ મે સુધી પાનકાર્ડને આધારકાર્ડથી જાેડવાની સલાહ આપી છે. આવકવેરા નિયમ મુજબ પાન નંબર બાયોમેટ્રીક આધાર સાથે જાેડાયેલો નહીં હોય તો લાગુ દરથી ડબલ ટીડીએસ કાપવામાં આવશે. ઇ-પોર્ટલ પર તેની પૂરી કાર્યવાહી છે અને રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. ૩૧ જુલાઇ છે.
ડિપાર્ટમેન્ટે આ અંગે ગત મહિને એક પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે, જાે તા.૩૧ મે સુધીમાં બંને કાર્ડ લીંકઅપ નહીં કરાયા હોય તો ૩૧ મે સુધીમાં કરી લેવા, અન્યથા ઉંચા દરે ટેકસ ભરવો પડશે. ટવીટર પર આ માહિતી મૂકવામાં આવી છે.