પીએમજય યોજનામાં આયુર્વેદિક સારવાર શામેલ કરાશે

0

પરંપરાગત સારવાર પધ્ધતિ એટલે કે આયુષ થેરેપીમાં વીમાની મર્યાદા હોવાના કારણે તેના પ્રચાર અને પ્રસારમાં અવરોધ આવે છે. તેનો રસ્તો કાઢવા માટે આયુષ મંત્રાલય અને વીમા કંપનીઓ સાથે મળીને વીમા યોજનાઓનો વિસ્તાર વધારવા માટે ઝડપથી કામ કરવા લાગ્યા છે.


આ કાર્યવાહી સાથે જાેડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે વીમા યોજનાનો વ્યાપ વધારવા માટે આયુષના વધુમાં વધુ પેકેજમાં કેશલેસ સારવારની સુવિધા મળવા લાગશે. સાથે જ આયુષ સારવારને વડાપ્રધાન જનઆરોગ્ય યોજનામાં સામેલ કરવાનું કામ પણ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આયુષ સારવારને સ્વાસ્થ્ય વીમા કવર અંતર્ગત લાવવા માટે તાજેતરમાં એક બેઠક મળી હતી. તેમાં ઇરડાના વીમા નિયામક આયુષ હોસ્પિટલો, વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આયુષ ક્ષેત્રમાં વીમા કવરેજ વધારવા અને સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટના ધોરણો નકકી કરવા પર ચર્ચા થઇ હતી.

error: Content is protected !!