તરલ ભટ્ટે સાસુ-સસરાની સારવાર માટે ૩૦ દિવસના જામીન માંગ્યા : કારણ સંતોષકારક ન હોવાથી કોર્ટે અરજી ફગાવી

0

જુગાર ડ્રાઇવના મેસેજનો આધાર લઇને બેંક ખાતા ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવા માટે તોડ કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટે ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. અરજીમાં એવી દલીલ કરી હતી કે, પોતાના પુત્રને ધો.૧૧-૧૨ સાયન્સમાં એડમિશન લેવાનું હોઇ તેની આર્થિક વ્યવસ્થા કરવા માટે, સાસુને ૨ વર્ષથી હૃદયની બિમારી હોઇ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે પણ રાહત નથી તેમજ પોતાના સસરાને આંખની બિમારી અને ડાયાબિટીસ છે તેઓની જવાબદારી પોતાના ઉપર છે. આ કારણોસર પોતાને ૩૦ દિવસના વચગાળાના જામીન આપવામાં આવે. આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે, આરોપીએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચારનો ગંભીર ગુનો કર્યો છે. તેણે અગાઉ કરેલી અરજીઓ નામંજૂર થઇ છે. આથી કોર્ટે નોંધ્યું હતું કે, અરજીમાં જણાવેલ કારણ સંતોષકારક જણાતું નથી. આથી ઇન્ચાર્જ મુખ્ય સેશન્સ જજ બીના સી. ઠક્કરે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

error: Content is protected !!