જૂનાગઢમાં ૧૨૦ માઇક્રોનથી નીચેની જાડાઇ વાળા પ્લાસ્ટિકના ઝભલા વાપરવા ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. તેમ છતાં અનેક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો વપરાશ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે કમિશ્નર ડો. ઓમ પ્રકાશની સૂચના અને ડીએમસી એ.એસ. ઝાપડાના માર્ગદર્શનમાં શહેરના ૧ થી ૧૫ વોર્ડમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુપરવાઇઝર મનીષ દોશી, ધર્મેશ ચુડાસમા અને ભરત ગૌસ્વામી તેમજ વોર્ડ નંબર ૧ થી ૧૫ના એસઆઇની ટીમ દ્વારા કરાયેલા ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન ૧૮ જેટલા વેપારીઓ પાસેથી ૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા તપાસનીશ ટીમે ૧૪,૭૦૦નો દંડ વસુલ કર્યો છે.