ગત તારીખ ૧-૬-૨૦૨૪ને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકરને મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશનને ગયેલ ત્યારે હારીજ પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ ચેહાભાઇ નાદોદ્રા દ્વારા અહીં આવી માહિતી માટે આવવાનું નહીં, કઈ પત્રકાર સામે માથાકૂટ કરી અને ઢોર માર મારેલ, જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઇજાઓ થયેલ અને તેમને સારવાર હેઠળ ખસેડવા ફરજ પડેલ હતી. આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ, અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ પોલીસના દમન વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પણ પત્રકાર એકતા સંગઠન દ્વારા સંગઠનના હોદ્દેદારો તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપીને આવેદન આપવામાં આવેલ અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખીયા, ઝોન કોઓર્ડીનેટર કમલેશ મહેતા, અશોકભાઈ રેણુકા, ગોપાલભાઈ ભેસાણીયા, વિનેશભાઈ કાગડા, વિનુભાઈ ચંદારાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.