જનાવર સાથે બાઈક ટકરાતા જૂનાગઢના વૃધ્ધનું મૃત્યું

0

જનાવર આડુ આવતા તેની સાથે બાઈક ટકરાતા ગંભીર ઈજા થવાથી જૂનાગઢના વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલા આંબેડકર નગરમાં રહેતા ૬૪ વર્ષીય વૃધ્ધ મૂળજીભાઈ માંડણભાઈ બડવા પોતાની જીજે ૧૧ એલ એલ ૩૧૫૨ નંબરની બાઈક હંકારીને તા. ૧ જૂનના રોજ રાત્રિના ૮ઃ૩૦ના અરસામાં વંથલી તાલુકાના સોનારડી ગામથી ઇવનગર તરફ જતા રોડ ઉપરથી જતાં હતા. તે વખતે અચાનક કોઈ જનાવર આડુ આવતા તેની સાથે બાઈક અથડાતા મૂળજીભાઈ ફંગોળાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મૃત્યું પામ્યા હતા. આ અકસ્માત અંગે વંથલી પોલીસે મૃતક વૃધ્ધના માંગરોળ ખાતે રહેતા પુત્ર અજીતભાઈ બડવાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!