જૂનાગઢના ઋષિરાજ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ

0

જૂનાગઢ ભરડાવાવ ખાતે આવેલ ઋષિરાજ આશ્રમના મહંત પુ. બલરામબાપુ અને તેમના શિષ્યા પુ. મહેશ્વરીદેવીજી દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં મહાશિવરાત્રી, પરિક્રમામાં ભાવિકો માટે અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા, મહિનામાં બે વાર બટુક ભોજન અને કાયમી ધોરણે સાર્વજનીક અન્નક્ષેત્રા શરૂ કરાયું છે. ગઈકાલે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને દકતરથી માંડી તમામ શૈક્ષણિક વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવેલ અને અમુક ગરીબ વિદ્યાર્થીઓને ફી પણ પુ. બાપુ અને પુ. માતાજી દ્વારા ભરવામાં આવેલ હતી. આ સેવાયજ્ઞમાં સહભાગી થવા ઈચ્છતા દાતાઓએ મો.નં.૭૬ર૩૯ ૦૬પર૮ ઉપર ગુગલ પે, ફોન પે દ્વારા સેવા કરી શકશે તેમ આશ્રમની યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!