અજાબ ગામે ૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

0

કેશોદના અજાબ ગામના શેરગઢ ચોકડી નજીક પોલીસે શંકા આધારે એક શખ્સને ૮ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હોં નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. જયારે દારૂ પૂરો પાડનાર અન્ય એક શખ્સને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે અજાબ ગામે પહોંચતાં શેરગઢ ચોકડી નજીક એક શખ્સ આઘોપાછો થતો જાેવા મળ્યો હતો. પોલીસે શંકા આધારે તેની તપાસ કરતાં તેમની પાસે રહેલ એક પ્લાસ્ટિકના બાચકામાં ઈગ્લીશ દારૂની ૮ બોટલ મળી આવી હતી. પોલીસે પુછપરછ કરતાં તે અજાબ ગામનો રોહિત જેશીંગભાઈ બાબરિયા હોવાનું જણાવી તેમની પાસે પાસ પરમીટ ન હોય આ દારૂ ઉપલેટાના ચીચોડના પ્રતાપ દયાતર પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે રોહિત નામના શખ્સની અટકાયત કરી ૨૫૬૦ જેવી કિંમતના મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ૨ આરોપી વિરૂધ્ધ ગુન્હોં નોંધી પ્રતાપ નામના શખ્સને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!