કેરીના બોક્સમાં દારૂની હેરફેર, બે ઝડપાયા

0

મેંદરડા પોલીસે કેરીના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી ૨ શખ્સની ૨૪ બોટલ સાથે અટક કરી કુલ રૂપિયા ૨૨,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ પોહેકો કે. કે. ડાંગર ચલાવી રહ્યાં છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મેંદરડાનાં મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા સાથ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સુરજગઢ ગામ પાસે જીજે-૩૨-એસી-૯૯૬૪ નંબરની બાઈક ઉપર કેરીના બોક્સ સાથે નીકળેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જુડવડલી ગામના મનુભાઈ બાલુભાઈ પરમાર અને પરેશ ઉર્ફે પરયો બાબુભાઈ જેઠવાને રોકી તલાસી લેતા કેરીના બોક્સમાંથી રૂપિયા ૪૮૦૦ની કિંમતના ઇંગ્લિશ દારૂની ૨૪ બોટલ મળી આવી હતી. આથી પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ, મોબાઈલ ફોન અને બાઇક મળી કુલ રૂપિયા ૨૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. કે. ડાંગર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!