માળિયા પાસે ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યું

0

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે રહેતા પરસોત્તમભાઈ અરજણભાઈ પાથર નામના આધેડ ગુરૂવારે તેમની ૮ વર્ષની દીકરી યશ્વીને કાલવાણી ગામે તેમના સસરાના ઘરે મૂકીને જીજે-૦૫-એલએન-૧૭૦૫ નંબરની બાઈક ઉપર બેસીને પોતાના ઘરે પરત આવતા હતા ત્યારે રસ્તામાં માળીયાહાટીના તાલુકાના બોળી ગામથી આગળ ૧ કિલોમીટર દૂર આવેલ પુલ પાસે જીજે-૧૪-ડબલ્યુ-૭૭૪૧ નંબરની ટ્રોલી સાથેના જીજે-૧૧-એમ-૭૨૨૫ નંબરના ટ્રેક્ટરના ચાલકે પરસોત્તમભાઈને બાઈક સહીત હડફેટમાં લેતા તેમનું માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યું નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ પાથરે ફરિયાદ નોંધાવતા માળીયાહાટીના પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!