જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરી ગુજરાન ચલાવતા ફિરદોસખાન ઇમરાનખાન ધોરી(ઉ.વ.૩૭)ને ભારત મિલના ઢોરા પાસે રહેતો રિઝવાન જુણેજા સાથે અગાઉ પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને રિઝવાને લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી જેથી યુવાને ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવતા પોલીસ બંનેને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી જ્યાં બંને વચ્ચે સમાધાન થયું હતું. દરમ્યાન શુક્રવારે ફિરદોસખાન બસ સ્ટેન્ડ ટેક્સી સ્ટેન્ડ પાસે પોતાની ઇકોમાં બેઠો હતો ત્યા આવી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી રિઝવાન નાસી ગયો હતો. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આમ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ફરિયાદ દાખલ થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આમ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આ કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.