પત્ની, પાટલા સાસુ ઉપર એસિડ ફેંકનાર પતિ માણાવદરથી પકડાયો

0

વંથલીના ધંધુસર ગામેનિંદ્રાધીન પત્ની સેજલબેન(ઉ.વ.૩૦) અને પાટલા સાસુ હેતલબેન સંજયભાઈ સોલંકી(ઉ.વ.૩૬) ઉપર બારીમાંથી એસિડ ફેંકનાર પતિ અમિત નાથાભાઈ મકવાણાને પીએસઆઈ વાય.બી. રાણા અને રાઇટર વિક્રમસિંહ વગેરેએ માણાવદર ખાતેથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં અમિત તેમજ તેનો ભાઈ કિશન અને ૩ અજાણ્યા શખ્સ વિરોધ ગુનો નોંધાયો હતો. તપાસનીશ પીએસઆઇ રાણાએ મુખ્ય આરોપી અમિત નાથા મકવાણાને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરી શુક્રવાર સાંજ સુધી એક દિવસના રિમાન્ડ પર મેળવી અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમ્યાન એસિડ ફેંકવાથી ઇજાગ્રસ્ત થયેલ સેજલબેન અને હેતલબેન વધુ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!