જૂનાગઢના ૨૧,૨૪૦ લોકોને પોતાની જ મિલ્કતનો આધાર મેળવવામાં રસ નથી

0

જૂનાગઢ મહા નગરપાલિકા વિસ્તારમાં સમાવાયેલા ખામધ્રોળ, ટીંબાવાડી, ઝાંઝરડા, જાેષીપુરા, ભવનાથ, ચોબારી, દોલતપરા, સાબલપુર, સગરવાડા ગામની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના અમલમાં છે. જૂનાગઢ જિલ્લામાં આ કામગીરી ખાનગી એજન્સી વાપકોસ કંપની લી. દ્વારા થાય છે. આ એજન્સી દ્વારા ૬૩,૯૩૭ મિલકતોની માપણી પૂર્ણ કરી, મિલકતનાં આધાર પુરાવા મેળવવા નમુના-૨ની નોટીસ બજવણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં લોકોમાં પૂરતી જાગૃતિ ન હોય અથવા પોતાનીજ મિલ્કતનો પુરાવો મેળવવામાં આળસ આવતી હોય પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૪૨,૬૯૭ મિલકતનાંજ આધાર પુરાવા રજુ થયા છે. આ સિવાય ૨૧,૨૪૦ મિલ્કતોના માલિકોને પોતાની મિલ્કતનો આધાર પુરાવો મેળવવામાં રસ ન હોય એવી સ્થિતી છે. આથી આ ગામોની જાહેર જનતાને અનુરોધ છે કે, મિલકતનાં માલિકીના પુરાવા તરીકે મંજુર થયેલ બિન ખેતી હુકમ, લે આઉટ પ્લાન, સબ પ્લોટિંગ, એકત્રીકરણ પ્લાન, રજીસ્ટર્ડ, બક્ષીસ, વીલ, વેચાણ દસ્તાવેજ, સક્ષમ સત્તાધિકારીનાં હુકમ, લે.રે.કો. અંતર્ગત કબૂલાત કે સનદ, કબજા પાવતી, કબજા મેળવ્યાની રીત, ભાડા પેટે કે શરતી વેચાણ, એલોટમેન્ટ લેટર સર્ટિફિકેટ, કાયદાકીય આધારો ઉપરાંત એજન્સી દ્વારા આપવામાં આવેલ નમુના નં-૨ ની નોટીસમાં દર્શાવેલ પુરાવાની સ્વ પ્રમાણિત નકલ એજન્સીને પુરી પાડવી. આ માટે વાપકોસ એજન્સી લી. પટેલ સમાજની સામે, પાણીના ટાંકા પાસે. તિરૂમાલા કોમ્પલેક્ષની સામે. ટીંબાવાડી જૂનાગઢ. અથવા વાપકોસ એજન્સી લી. ગ્રાઉન્ડ ફ્લોર, જુની આયુર્વેદીક કોલેજ બિલ્ડીંગ, સરદારબાગ, જૂનાગઢ ખાતે એજન્સીની ઓફીસમાં રજુ કરી શકાશે.

error: Content is protected !!