જૂનાગઢ જિલ્લામાં ૧૨૧૭ લોકો પાસે હથિયારનો પરવાનો, શહેરમાં ૪૮૩ હથિયારો

0

જૂનાગઢ જિલ્લામાં ૧૨૧૭ લોકો પાસે હથિયારનો પરવાનો છે. આ તમામના હથિયાર ચુંટણીને લઇ જમા લેવામાં આવ્યા હતા. હવે ચુંટણી પૂર્ણ થતાં ૧૨ જુનથી પરત મેળવી શકાશે. લોકસભાની ચૂંટણીનું ૧૬ માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. આ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે પરવાનેદારો પાસેથી તેમના હથિયાર તંત્ર દ્વારા જમા લેવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરના ૪૮૩ મળી જિલ્લામાં કુલ ૧૨૧૭ લોકો પાસેથી હથિયાર જમા લેવાયા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણી આચાર સંહિતા પણ પૂરી થઈ છે. મતદાન થયાના એક અઠવાડિયા બાદ એટલે કે આગામી ૧૨ જુનથી લોકોને પરવાના વાળા હથિયાર પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જૂનાગઢ એલઆઇબીનાં બી. બી. કોળીએ જણાવ્યું હતું કે, જે તે સમયે સંબંધિત પોલીસ સ્ટેશનમાં પરવાનાવાળુ હથિયાર જમા લીધું હોય ત્યારે પરવાના ધારકને પહોંચ આપવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી અનુસંધાને ૭૪૫ લોકો પાસેથી હથિયાર જમા લેવાયા હતા. જેમાં સૌથી વધુ ૨૧૫ હથિયાર બી ડિવિઝન હદનાં, એ ડિવિઝન-૫૩, સી ડિવિઝન-૧૮૮, ભવનાથ-૨૭, વિસાવદર-૪૬, જુનાગઢ તાલુકા-૪૧, ભેસાણ-૧૦૨, મેંદરડા-૪૧ અને બીલખા પોલીસ સ્ટેશન હદના ૩૨ લોકો પાસેથી પરવાનાવાળા હથિયાર જમા લેવાયા હતા.

error: Content is protected !!