૧૫ જૂનથી ગિરનાર નેચર સફારીમાં સિંહોનું વેકેશન : ૧૬ ઓકટોબરથી ફરી સિંહ જાેવા મળશે

0

જૂનાગઢમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં ૧૫ જૂનથી સિંહોનું વેકેશન પડશે. આ વેકેશન ૧૫ ઓકટોબરે પૂર્ણ થતું હોય હવે ૧૬ ઓકટોબરથી ફરીથી સિંહ દર્શન થઇ શકશે. આ અંગે જૂનાગઢ વન વિભાગના ડીસીએફ અક્ષય જાેષીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્ક વર્ષ ૨૦૨૦થી શરૂ થયું છે. અહિં દેશ, વિદેશથી લોકો સિંહ જાેવા માટે આવે છે. ગિરનાર નેચર સફારી પાર્કમાં માત્ર સિંહ જ નહિ દિપડા તેમજ મોટી સંખ્યામાં તૃણભક્ષીઓ પણ જાેવા મળે છે.મુલાકાતીઓ જંગલના રાજાની અદાઓને જાેઇને રાજી થઇ જાય છે અને તેના કેમેરામાં આ દ્રશ્યો કેચ કરી મીઠી યાદગીરી રાખે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે. જાેકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ રોયલ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રખાય છે. જેેેને લઇને ૧૫ જૂનથી ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પડશે. આ વેકેશન ૧૫ ઓકટોબર સુધી ચાલશેે. ત્યાર બાદ વેેકેશન પૂર્ણ થતા ૧૬ ઓકટોબરથી ફરીથી સિંહ દર્શનનો કાર્યક્રમ શરૂ કરાય છે. વર્ષ ૨૦૨૦ – ૨૧માં ૧,૬૬૭ પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ ૨૦૨૧-૨૨માં ૨,૬૩૧ પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં ૪,૪૭૫ દેશના અને ૪૪ વિદેશના મળી કુલ ૪,૫૧૯ પ્રવાસીઓ આવ્યા હતા.જ્યારે વર્ષ ૨૦૨૩- ૨૪માં ૫,૪૪૮ દેશના અને ૭૯ વિદેશના મળી ૫,૫૬૭ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે ૨૦૨૪-૨૫માં ૩૧ મે સુધીમાં ૧,૨૬૫ દેશના અને ૧ વિદેશના મળી ૧,૨૬૬ પ્રવાસીઓ આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં ૧૫,૫૨૬ દેશના અને ૧૨૪ વિદેશના મળી કુલ ૧૫,૬૫૦ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો છેે. ગિરનાર નેચર સફારી પાર્કમાં ૪૮ સિંહો છે, ૬૫ દિપડા છે તેમજ ૧૧,૬૧૦ તૃણભક્ષી એટલે કે ઘાંસ ખાનારા વન્ય પ્રાણીઓ રહે છે. હાલમાં ૪૮ સિંહો છે. હવે ૨૦૨૫માં સિંહોની વસ્તી ગણતરી થશે તેમ ડીસીએફ અક્ષય જાેષીએ જણાવ્યું હતું.

error: Content is protected !!