જૂનાગઢના વધાવી ગામમાં શિક્ષકના ઘરમાંથી ૬.૯પ લાખની ચોરી

0

૧૩.૮ તોલાના સોનાના, ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના ઉપાડી ગયા


જૂનાગઢના વધાવી ગામમાં રહેતા એક શિક્ષકના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ખાબકયા હતા અને કબાટમાંથી ૬.૯પ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢમાં ખલીલપુ રોડ ઉપર આવેલી જીનીયસ પબ્લિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વધાવી ગામે રહેતા નિકુંજકુમાર ગોવિંદભાઈ રૂપાપરા(ઉ.વ.૩૩) પરિવાર સાથે ગામમાં સમાજની ભાગવત સપ્તાહમાં ગયા હતા. તેઓ સવારે ૯ઃ૩૦ કલાકે ઘરને તાળું મારીને ગયા હતા અને બપોરે ૧રઃ૩૦ કલાકે તેમના પિતા ગોવિંદભાઈ અને પત્ની ઘરે આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું માલુમ પડયું હતું. ઘરમાં તપાસ કરતા કબાટમાંથી સોનાના ૧૩.૮ તોલાના દાગીના જેમાં સોનાનું મંગળસુત્ર, સોનાનો હાર, બુટી, પેન્ડલ, બંગડી, કયડા, વીટી, ચંદીના સાંકળા, જુડો મળીને કુલ ૬.૯પ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી થયાનું માલુમ પડતા આ અંગે તેઓએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!